GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Saturday, October 5, 2013

પહેલા શિક્ષકોની ભરતીની હિલચાલ ! પ્રાથમિક શાળામાં આચાર્ય પહેલા શિક્ષકોની ભરતીની હિલચાલ !

પ્રાથમિક શાળામાં આચાર્ય બનવાની પ્રાથમિક લાયકાત માટેની એચ-ટાટ અને શિક્ષકની લાયકાત માટેની ટેટ-૨ તાજેતરમા લેવામાં આવી છે.શિક્ષણ વિભાગ દ્વારા આ પરીક્ષા લેવાઈ જતા હવે શાળામાં આચાર્ય પહેલા જ શિક્ષકની ભરતીની હીલચાલ ચાલી રહી છે.
આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળામાં આચાર્યની ભરતી અન્વયે એચ-ટાટની પરીક્ષા ગત તા.૧૮મી ઓગષ્ટના લેવામાં આવી હતી.અને ઉચ્ચત્તર પ્રાથમિકમાં શિક્ષકની ભરતી અન્વયે ગત તા.૧લી સપ્ટેમ્બરના ટેટ-૨ની પરીક્ષા લેવામાં આવી હતી.રાજ્યના શિક્ષણ શિક્ષણ વિભાગે આચાર્ય માટેની એચ-ટાટ અને પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી માટેની ટેટ-૨ની પરીક્ષા યોજ્યા બાદ હવે જિલ્લાવાઈઝ શિક્ષકની ફાળવણી કરીને સ્થળ પસંદગી કેમ્પ યોજીને લાયક ઉમેદવારને શિક્ષકની નિમણૂંકની દિશામાં આગળ ધપી રહી છે.
અલબત્ત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હવે ક્યા જિલ્લામા કેટલાક શિક્ષકો અને કેટલા આચાર્યોની જગ્યા ખાલી છે..?તેની માહિતી પણ મેળવામાં આવશે.જોકે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યની ભરતી પહેલા જ ઉચ્ચત્તર પ્રાથમિકમાં શિક્ષકની ભરતી કરવા સામે શિક્ષણના હિતચિંતકોએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે

No comments:

Post a Comment