GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Wednesday, January 1, 2014

Moments Of Last year
જાન્યુઆરી
* એલ.ટી.સી બ્લોકના વપરાશની મુદત વધારવામાં આવી.
* પ્રાથમિક શાળાઓમાં સૌ પ્રથમ શાળા પુસ્તકાલય માટે
13000 ની ગ્રાન્ટ ફાળવવામાં આવી.માર્ચ
મહિના સુધી ગ્રાન્ટ વપરાશની સુચના આપવામાં આવી.
* કર્મચારીઓ તરફથી આવકવેરા મર્યાદા 500000
ની કરવા માંગણી કરવામાં આવી. *
જાન્યુઆરી મહિનામાં ગુણોત્સવ-4 નો ધમધમાટ ચાલુ થયો. *
8 જાન્યુઆરી ના રોજ વિદ્યાસહાયકની પુરક જાહેરાત
આવી.જેમાં વયમર્યાદા 28 થી 30 કરવામાં આવી. * 11
જાન્યુઆરી ના રોજ વિદ્યાસહાયક ની ભરતી પર સ્ટે આવ્યો. *
14 જાન્યુઆરી ના રોજ હાઇકોર્ટ દ્વારા અંધઉમેદવારો માટે
અનામત રાખવાનુ જણાવ્યુ. * 30 જાન્યુઆરીના રોજ ફિક્સ
પગારના કેસની સુપ્રિમ કોર્ટમાં સુવાનણી હાથ
ધરાઇ.11/2/13 નવી તારીખ પડી. ફેબ્રુઆરી.
* 4 ફેબ્રુઆરીના રોજ સીસીસી પરીક્ષાની મુદત 3
મહિના લંબાવાઇ. * 9 ફેબ્રુઆરીના રોજ માધ્યમિક ફાજલ
શિક્ષકોને પ્રાથમિક શાળામાં ઉચ્ચતર
વિભાગમાં સમાવવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય. *
શિક્ષણવિભાગ ની ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતની કોમ્પ્યુટર
લેબ ધરાવતી શાળાઓમાં બોન્ડબેન્ડ કનેક્શન
આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.6 ફેબ્રુઆરીના રોજ
પરિપત્ર કરવામાં આવ્યો. * ગુજરાતની તમામ પ્રાથમિક
શાળાઓમાં 18 ફેબ્રુઆરીથી 23
ફેબ્રુઆરી સુધી વાંચનસપ્તાહની ઉજવણી કરવામાં આવી. *
આદિજાતી વિદ્યાવિકાસનુ ભરતી કૌભાંડ બહાર પડ્યુ. * 24
ફેબ્રુઆરીના રોજ રાજ્યસરકારે બજેટમાં મુખ્ય
શિક્ષકની ભરતી માટેની જોગવાઇ
કરી લાંબા સમયથી ચાલતી અફવા કે મુખ્ય શિક્ષકની કેડર રદ
થવાની છે તે બાબતનુ ખંડન કર્યુ.
માર્ચ
* 7 માર્ચના રોજ રાજ્ય સરકારે પ્રાથમિક
શાળાઓમાં બાળકોના પ્રવાસ માટે પોલિસ
બંદોબસ્તનો મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો. * 8 માર્ચના રોજ
રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ
વયમર્યાદા ફરજિયાત 6 વર્ષની કરી જેનો ખુબ જ વિરોધ
થયો . * 13 માર્ચના રોજ રાજ્ય સરકારનો દરેક શાળાઓને
ગુણોત્સવ-4 ને કારણે પરિક્ષા 15/4 પછી ગોઠવવા આદેશ
કરવામાં આવ્યો. * ધોરણ 6 થી 8 ની બાળાઓને
જીવનલક્ષી તાલીમ આપવાનો નિર્ણય કરવામા આવ્યો. *
21 માર્ચના રોજ હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને
વિદ્યાસહાયક ભરતીમાં અનામતના ધારાધોરણો ન
જાળવ્યા બાબતે જાટકણી કાઢવામાં આવી.
એપ્રિલ
* 12 એપ્રિલના રોજ ગુણોત્સવ-4 ગુજરાતની તમામ
પ્રાથમિક શાળાઓમાં યોજવામાં આવ્યો. * કેન્દ્ર સરકાર
દ્વારા નિવૃતિ વયમર્યાદા 2 વર્ષ વધારવાના સંકેત
આપવામાં આવ્યા. * ખાતાકીય પરીક્ષાની જાહેરનામુ બહાર
પડ્યુ. * કેન્દ્ર
સરકારના કર્મચારીઓના મોધવારી ભથ્થામાં 8%
નો વધારો કરવામા આવ્યો. * ગુજરાતની તમામ પ્રાથમિક
શાળાઓમાં તા-29 અને 30 ના રોજ નિદાનાત્મક
કસોટી યોજવામાં આવી.
મે
* સુપ્રિમ કોર્ટમાં ફરી એકવાર ફિક્સ પે ની મુદત 4/7/2013
ની પડી. * 13 મે ના રોજ 12 સાયન્સનુ પરિણામ જાહેર
કરવામાં આવ્યુ. * 22 મે ના રોજ રાજ્ય
સરકારના કર્મચારોઓના મોઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો. *
કર્મચારીઓના કુલ પગાર પર પી.એફ કાપવાનો નિર્ણય. * 25
મે નારોજ સુપ્રિમ કોર્ટે દ્વારા ગુજરાત સરકારની ફિક્સ પે
બાબતે ઝાટકણી કાઢવામાં આવી.વિદ્યાસહાયકયોજનાને
“વિદ્યાશત્રુ” તરીકે વર્ણવી. * રાજ્ય સરકાર
દ્વારા ગુજરાતની 13000 પ્રાથમિક શાળાઓનુ વિલિનિકરણ
કરવાની હિલચાલ.
જુન
* 13 જુનના રોજ ધોરણ -10 નુ પરિણામ જાહેર થયુ. * 13
જુનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. * 8 જુનના રોજ
શિક્ષણવિભાગ ની ઉચ્ચસ્તરીય
બેઠકમાં શાળા વિલિનિકરણનો નિર્ણય સ્થગિત
કરવામાં આવ્યો. * 19 જુનના રોજ વિદ્યાસહાયકની પુરક
જાહેરાત આવી,લાંબી આતુરતાનો અંત. * શિક્ષણ
વિભાગનો સરકારી પ્રાથમિક
શાળાઓમાં અગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય.
જુલાઇ
* ગુજરાતના પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા બુથ લેવલ
ઓફિસર હાઇકોર્ટના શરણમાં. * ગુજરાત સરકારે
હાઇકોર્ટના આદેશ અનુસાર 31 અંધ વિદ્યાસહાયકોને નિમણુક
ઓર્ડર આપ્યા. * 31 જુલાઇના રોજ તાલુકા પ્રાથમિક
શિક્ષણાધિકારી વર્ગ-2 ની 225 જગ્યાઓને
વહીવટી મંજુરી આપવામાં આવી.
ઓગષ્ટ
* ફિક્સ પગારના કેસમાં વધુ એક તારીખ પડી.તા-21/8/13
ની નવી તારીખ પડી. *
18 ઓગષ્ટના રોજ HTAT ની પરીક્ષા લેવામાં આવી. * 28
ઓગષ્ટના રોજ વિદ્યાસહાયકોને સામુહિક નિમણુક ઓર્ડર
આવવામાં આવ્યા.
સપ્ટેમ્બર
* 5 સપ્ટેમ્બરના રોજ એચ.ટાટ નુ પરિણામ જાહેર થયુ. * 8
સપ્ટેમ્બરના રોજ શિક્ષણ વિભાગનો મહત્વકાંક્ષી નિર્ણય-
વિકલ્પ લઇને ઉચ્ચપ્રાથમિક શાળાઓમાં જનાર
શિક્ષકોની સિનિયોરીટી સળંગ ગણાશે. * મતદારયાદી સાથે
સંકળાયેલ અધિકારીઓ/ કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ. *
1 સપ્ટે. ના રોજ લેવાયેલ ટેટ પરીક્ષાનુ પરિણામ જાહેર થયુ.
ઓક્ટોમ્બર
* ફિક્સ પે ની ફરી નવી તારીખ પડી, નવી તારીખ-22/10/13
આવી. * ધોરણ-10 અને 12 માં પ્રથમ વાર
આવેદનપત્રો ઓનલાઇન ભરવાની શરૂઆત. * રાજ્ય સરકાર
દ્વારા 1800 તલાટીની ભરતી કરવાનો નિર્ણય.
*લાંબા સમયથી રાહ જોતા બદલી કરાયેલ શિક્ષકોને
છુટા કરવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય.
નવેમ્બર
* ઉચ્ચતર પગારધોરણ માટે HTAH ફરજિયાત ના નિર્ણય
સામે શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ. *
બુથ લેવલ ઓફિસરોને વળતર રજા આપવાનો રાજ્ય
સરકારનો નિર્ણય. *12 નવેમ્બરના રોજ સુપ્રિમ કોર્ટમાં ફિક્સ
પે બાબતે થયેલ સુવાનણીમાં તા-21 જાન્યુઆરી ની મુદત
પડી. * 27 અધિકારીઓને DEO/DPEO નો ચાર્જ
આપવામાં આવ્યો. * 21 નવેમ્બરના રોજ શિક્ષણ વિભાર
દ્વારા 6000 ગણિત-વિજ્ઞાનના વિદ્યાસહાયકની જાહેરાત
આવી.
ડિસેમ્બર
* મધ્યાહનભોજન યોજનામાં બાળકોના દૈનિક ખર્ચમાં 7.5%
નો વધારો. * 13 ડિસેમ્બરના રોજ ગુજરાતની તમામ પ્રાથમિક
શાળાઓમાં સરદાર બાળમેળો યોજાયો. * રાજ્યના નાણા વિભાગ
દ્વારા ફિક્સ પે ના કર્મચારીઓની માહિતિ મંગાવી. * ધોરણ-1
થી 5 ની ભરતી પર સ્ટે આવ્યો. * 28 ડિસેમ્બરના રોજ
HTAT ની સીધી ભરતીની જાહેરાત આવી.

No comments:

Post a Comment