GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Friday, January 25, 2013

2008-2011 ના એલટીસી બ્લોકની મુદત લંબાવાઈ


2008-2011 ના એલટીસી બ્લોકની મુદત લંબાવાઈ 

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં સરકારી કર્મચારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી હતી. ગુજરાત સરકારના કર્મચારીઓ માટેનો ૨૦૦૮ થી ૨૦૧૧ નો ચાર વર્ષનો લીવ ટ્રાવેલ કન્સેશન ( LTC) નો બ્લોક ડીસેમ્બર 2012 માં પુરો થતો હતો.રાજ્ય સરકારમાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓની રજાઓ કેન્સલ થવાને કારણે તેઓ LTC નો લાભ લેવાથી વંચિત રહી ગયા હોવાની રજુઆત સરકાર સમક્ષ કરી હતી . ફેડરેશનની માંગને પગલે રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્મચારીઓના હિતમાં ખાસ કિસ્સામાં ૨૦૦૮-૨૦૧૧ ના બ્લોકની મુદત વધારીને ૩૦ જુન ૨૦૧૩ કરવાના આદેશ જારી કર્યા છે. સરકારના આ નિર્ણયને કર્મચારીઓએ આવકાર્યો છે. 

No comments:

Post a Comment