GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Monday, October 8, 2012

માસિક મેડિકલ એલાઉન્સિસ વધારવાની જાહેરાતનો પરિપત્ર સરકારે હટાવી લેતાં ભારે આક્રોશ અમદાવાદ : રાજ્યના સાત લાખ જેટલા સરકારી કર્મચારીઓના માસિક મેડિકલ એલાઉન્સિસ વધારવાની જાહેરાત રાજ્ય સરકારે કરતા આનંદની લાગણી છવાઇ ગઇ હતી. પરંતુ આચારસંહિતા લાગતા સરકારે પરિપત્ર હટાવી લેતા તમામ સરકારી કર્મચારીઓ ભારે દ્વિધામાં મુકાયા છે, એટલું જ નહીં કર્મીઓમાં આંતરિક રોષની લાગણી વ્યાપી ગઇ છે. રાજ્ય સરકારે તમામ સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓને મળતું માસિક મેડિકલ એલાઉન્સિસ રૂ. ૧૦૦થી વધારી રૂ. ૩૦૦ કરવાની જાહેરાત કરી હતી, આમ સાત લાખ કર્મચારીઓને મેડિકલ એલાઉન્સિસમાં માસિક રૂ. ૨૦૦નો વધારો કરાયો હતો. આ વધારો ચાલુ મહિનાથી અમલી કરવાનું નક્કી કરાયું હતું. જે મુજબનો પરિપત્ર સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓના જાણ માટે વેબસાઇટ પર પણ મૂકી દીધો હતો. પરંતુ આચારસંહિતા લાગતા છઠ્ઠી ઓક્ટોબરના રોજ સરકારે વેબસાઇટ પરથી જાહેરાત ઉતારી દીધી હતી. ચાલુ મહિનાથી વધારવામાં આવેલા મેડિકલ એલાઉન્સિસનો અમલ થશે કે કેમ ? તે અંગે કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

No comments:

Post a Comment