બુધવારે કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક
બુધવારે કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક
યોજાનારી બેઠકમાં નીતિ વિષયક અનેમહત્વના નિર્ણયો લેવામાં આવે
તેવી પૂરી શક્યતા છે. ચૂંટણીનું
જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી સરકાર
કોઈ
મહત્વના નિર્ણયો કરવાનો અધિકાર
ગુમાવી દે છે અને માત્ર 'કેરટેકર’ તરીકે
ચાલુ રહે છે. આ
સંજોગોમાં રાજ્યની આગામી કેબિનેટની બેઠક
આ સરકારની આખરી કેબિનેટ બની રહે
તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ ચૂંટણીની જાહેરાત
પાંચથી ૧૦ ઓક્ટોબર વચ્ચે કરે
તો રાજ્ય સરકાર માટે
આગામી ૩જી ઓક્ટોબરે
યોજાનારી કેબિનેટની બેઠક
આખરી બની રહેશે.
કેબિનેટની આગામી બેઠકમાં ચૂંટણીલક્ષી જાહેરાત
સહિતની અગત્યની બાબતોની ચર્ચા કરીને
તાત્કાલિક જાહેરાત કરશે.
કર્મચારીમંડળોને વાટાઘાટ માટે
આમંત્રણ :
કર્મચારીઓના વિવિધ
મંડળોના આગેવાનો-હોદ્દેદારોને
નાણાપ્રધાન વજુભાઈ
વાળાની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ સાથે
બુધવારે બપોરે ૩ વાગે વાટાઘાટ-
ચર્ચા કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું
છે. સરકારે પુન: ચર્ચા માટે આમંત્રણ
આપ્યું છે ત્યારે સંકલન સમિતિ કેવું વલણ
અપનાવે છે તેના પર સહુની મીટ મંડાઈ
છે.
No comments:
Post a Comment