GOOGLE-SMS

path to success

GUPSHUP SMS

WEL - COME...HAVE A NICE EXPERIANCE FOR U..

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર, જ્યાં શાંતિ નથી ત્યાં સંપતિનો કશો અર્થ નથી.

PRERANA

નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ...

Monday, October 8, 2012

ગુજરાત રાજ્ય સંકલન સમિતિના નેજા હેઠળ આજે ગાંધીનગરમાં એકત્ર થયેલા જુદા જુદા ૨૧૩ સંગઠનોના પ્રતિનિધિઓની બેઠકમાં ગુજરાતની મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે કર્મચારીઓના મહત્ત્વના પડતર પ્રશ્નો અંગે અપનાવેલા અન્યાયી વલણ સામે આગામી ચૂંટણીમાં હવે પોતાની શક્તિનો પરચો બતાવી દેવાનો નિર્ણય લેવાયો હતો. કર્મચારીઓએ નક્કી કર્યું છે કે, રાજ્યના સાત લાખથી વધુ કર્મચારીઓ હવે યુદ્ધ એ જ કલ્યાણના મૂડમાં છે અને આગામી સમયમાં રાજ્યવ્યાપી કર્મચારી સેના તૈયાર કરીને પશુબળથી ચૂંટણી જીતવા નીકળેલી ભાજપ સરકારને બુદ્ધિથી હરાવવાનું નક્કી કર્યું છે. ૭ લાખ સરકારી કર્મચારીઓ 'કર્મચારી સેના' તૈયાર કરશે છઠ્ઠા પગાર પંચના મુદ્દે, ફિક્સ પગારના મુદ્દે હાઈકોર્ટના ચુકાદાનો અમલ, માસ સી.એલ.ના પગાર કાપ તેમજ સેવાતુટ જેવા પ્રશ્નોની ચર્ચા કર્યા વગર જ ગુજરાત સરકારે એક પક્ષીય જાહેરાત કરી હોવાનો કર્મચારી સંકલન સમિતિએ જણાવ્યું છે.

No comments:

Post a Comment